2000 નોટબંંધી: આટલા સરળ મુદ્દામા સમજો 2000 ની નોટનુ શું કરશો, ક્યા જમા કરાવવી; ક્યા સુધીમા જમા કરાવવી

૨૦૦૦ નોટ : ભારતીય રિઝર્વ બેંકે તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ પરિપત્ર બહાર પાડી જાહેરાત કરી છે કે તે હવે ૨૦૦૦ ની નોટ નુ સર્કયુલેશન બંધ કરવામા આવશે. જો કે લોકોએ આ અંગે ચિંતા કરવાની કે ગભરવાની જરૂર નથી. ૨૦૦૦ ની નોટ ચલણમા માન્ય જ રહેશે. ચાલો જાણીએ કે આ 2000 ની નોટ કઇ રીતે બદલવી ? ક્યા જમા કરાવવી ? ક્યા સુધી માન્ય રહેશે ?

2000 નોટબંંધી
વર્ષ-૨૦૧૬ મા ૫૦૦ અને ૧૦૦૦ ની નોટબંધી કર્યા બાદા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા(RBI) દ્વારા રૂ.૨૦૦૦ ની નોટને ચલણમા લાવવામા આવી હતી. સંગ્રહખોરી જેવા કારણોસર ભારતીય રિઝર્વ બેંકે એક સર્કયુલર બહાર પાડવામા આવેલ છે. અને આ ૨૦૦૦ નોટબંંધી અંગે જાહેરાત કરવામા આવી છે. જેમા તમામ બેંકોને હવે ૨૦૦૦ ની નોટ સર્કયુલર ન કરવા સલાહ આપવામા આવી છે. ૬ વર્ષ બાદ ૨૦૦૦ ની નોટ પરત ખેંચવાનો નિર્ણય કરવામા આવ્યો છે.

૨૦૦૦ ની નોટ કયા બદલવી ?
૨૦૦૦ ની નોટ બેંકની કોઇ પણ શાખામા તારીખ ૨૩/૦૫/૨૦૨૩ થી બદલી શકાય છે. આ ઉપરાંત RBI રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની 19 બ્રાંચ મા પણ આ નોટ બદલી આપવામાં આવશે એક સમયે ૨૦૦૦ની ૧૦ નોટ એટલે કે રૂ.૨૦૦૦૦ બદલી શકાસે. આ નોટ 30 સપ્ટેમ્બર એટલે કે ૩૦/૦૯/૨૦૨૩ સુધીમા બેંકમા જમા કરાવવાની અથવા બદલવાની રહેશે.

2000 ની નોટ હોય તો શું કરવુ?

જો તમારી પાસે 2000 ની નોટ હોય તો ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આ નોટ હાલમા ચલણમા માન્ય જ છે. ૩૦ સપ્ટેમ્બર એટલે કે ૩૦/૦૯/૨૦૨૩ સુધીમા આ નોટ બેંકમા જમા કરાવવાની અથવા બદલવાની રહેશે. કારણ કે આ ૨૦૦૦ ની નોટ બંધ કરવામાં આવી નથી, પરંતુ તેને ચલણમાંથી બહાર કરવામાં આવી રહી છે, એટલે કે આ નોટને તબક્કાવાર ચલણમાથી બહાર કાઢવામાં આવશે. જો તમે અત્યારે બજારમાં જશો ૨૦૦૦ ની નોટ થી લેવડ-દેવડ કરી શકો છો, પરંતુ એ સાચું છે કે જો તમારી પાસે આ નોટો હોય તો તેને આરામથી બેંકમાં પરત કરી તેના બદલે બીજી નોટો લઈ લો.

નોટ બદલવા મળશે પુરો સમય

૨૦૦૦ ની આ નોટો બદલવા માટે લોકોને ચાર માસ જેટલો સમય આપવામાં આવેલ છે. ૨૦૦૦ ની નોટ બેંકની કોઇ પણ શાખામા તારીખ ૨૩/૦૫/૨૦૨૩ થી બદલી શકાય છે. આ ઉપરાંત RBI રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની 19 બ્રાંચ મા પણ આ નોટ બદલી આપવામાં આવશે એક સમયે ૨૦૦૦ની ૧૦ નોટ એટલે કે રૂ.૨૦૦૦૦ બદલી શકાસે. આ નોટ 30 સપ્ટેમ્બર એટલે કે ૩૦/૦૯/૨૦૨૩ સુધીમા બેંકમા જમા કરાવવાની અથવા બદલવાની રહેશે.

૨૦૧૬ ની નોટબંધી કરતા અલગ છે ?
૨૦૧૬માં રૂ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટબંધી બાદ અરાજકતા સર્જાઈ હતી.નવેમ્બર/૨૦૧૬ માં નોટબંધી પછી આગામી કેટલાક મહિનાઓ સુધી દેશમાં ઘણી અરાજકતા સર્જાઇ હતી. અને જૂની નોટો જમા કરાવવા તથા નવી નોટો મેળવવા લોકોને ખુબજ પરેશાન થવુ પડયુ હતુ અને બેંકોમાં લાઇનમા ઉભા રહેવું પડતુ હતુ

FAQ’s

Q.2000 ની નોટ ચલણમા ચાલુ રહેશે ?

ANS.. હા, 2000 ની નોટ ચલણમા ચાલુ જ છે અને તેનાથી તમે કોઇ પણ વ્યવહાર કરી શકો છો.

Q. 2000 ની નોટ ક્યારથી બદલી શકાસે ?

ANS..23 મે થી

Q. 2000 ની નોટ ક્યા સુધી બેંંકોમા બદલી શકાસે ?

ANS.. 30 સપ્ટેમબર 2023

Q.2000 Currency Notes ક્યા બદલી શકાસે ?

ANS..બેંકોની કોઇ પણ શાખામા આવી નોટ બદલી શકાસે.

 

Leave a Comment